ખુલ્લામાં ટોઇલેટના પડકારને જલ્દી પાર કરી લેશે ભારત : WHO
આ સમસ્યાને ઉકેલવા માટે લગભગ 90 દેશોની પ્રગતિ એકદમ મંદ છે
નવી દિલ્હી : ખુલ્લામાં ટોઇલેટની સમસ્યાનો સામનો કરવામાં લગભગ 90 દેશોની પ્રગતિ બહુ ધીમી છે જયારે ભારતે આ સમસ્યાનો ઉકેલ શોધવાના ઉચ્ચ સ્તરના પ્રયાસ કર્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઇઝેશન (WHO)ના રિપોર્ટમાં આ વાતની સ્પષ્ટતા કરવામાં આવી છે. સ્વચ્છતા અને સ્વાસ્થ્યના મામલે દિશા નિર્દેશ જાહેર કરતા વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઇઝેશને કહ્યું છે કે 2030 સુધી દુનિયામાં તમામ જગ્યાએ શૌચાલયની વ્યવસ્થા પુરી પાડવાનો લક્ષ્યાંક સિદ્ધ નહીં થઈ શકે. જે દેશોમાં આ સમસ્યા છે એ દેશ જ્યાં સુધી વ્યાપક નીતિ બનાવીને સમસ્યાના ઉકેલ માટે રોકાણ ન કરે ત્યાં સુધી આ લક્ષ્યાંક સિદ્ધ નહીં થઈ શકે.
WHOએ એક નિવેદનમાં કહ્યું છે કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સ્વચ્છ ભારત અભિયાન ઝપાટાભેર આગળ વધી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત લાખો લોકોના જીવનને બહેતર બનાવવા માટે મૂળભુત સ્વચ્છતાની સુવિધા ઝપાટાભેર પહોંચાડવામાં આવી રહી છે.
આખી દુનિયામાં 2.3 અબજ લોકો શૌચાલયની બુનિયાદી સ્વચ્છતાની સુવિધાથી વંચિત છે. આજે પણ અડધોઅડધ લોકોએ ખુલ્લામાં શૌચાલયનો ઉપયોગ કરવો પડે છે.